પ્લમ પુડિંગ પરમાણુ મોડલની મર્યાદાઓ જણાવો.
આ મૉડલની અમુક મર્યાદાઓ છે કે, સ્થિતવિદ્યુતશાસ્ત્રના નિયમ અનુસાર વિદ્યુતભારનું સ્થિર વિતરણ શક્ય નથી. કારણ કે, પરમાણુમાંનો ઇલેક્ટ્રૉન તેમાંના ધન વિદ્યુતભારને કારણે કુલંબીય બળ અનુભવે છે. તેથી તેઓ સ્થિર રહી ન શકે પણ પ્રવેગી ગતિ કરે છે. તેથી, આ મૉડલમાં સૂચવેલ છે તેના કરતાં ઇલેક્ટ્રૉન અને ધન વિદ્યુતભારોનું વિતરણ ઘણું અલગ છે.
દરેક ઘટ્ટ દ્રવ્ય પોતાના તાપમાન અનુસાર વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. જેમાં ઘણી તરંગલંબાઈઓનું સતત વિતરણ હોય છે. જો કે તેમની તીવ્રતા અલગ હોય છે.
આના કરતાં વિરુદ્ધ ઓછી ઘનતાના વાયુને ગરમ કરતાં તેમાંથી ઉત્સર્જિત પ્રકાશમાં કેટલીક ચોક્કસ તરંગલંબાઈઓ જ હાજર હોય છે. આ પ્રકાશનો વર્ણપટ પ્રકાશિત રેખાઓની શ્રેણી રૂપે દેખાય છે.
આવા વાયુઓમાં પરમાણમાં અવકાશ વધારે હોવાના લીધે ઉત્સર્જિત વિકિરણ, પરમાણુઓ કે અણુઓ વચ્ચેની આંતરક્રિયાને બદલે વ્યક્તિગત પરમાણુઓને લીધે હોવાનું માની શકાય છે.
આ હકીકત એમ સૂચવે છે કે, પરમાણુના આંતરિક બંધારણ અને તેના દ્વારા ઉત્સર્જિત વર્ણપટ વચ્ચે ગાઢ સંબંધ છે.
સોનાના પરમાણુ સાથે અથડામણ પામતો ક્ણ જ્યારે કોઈ ઈલેક્ટ્રોન સાથે અથડાય ત્યારે
$_{83}^{214}Bi$ માંથી ઉત્સર્જિત $\alpha -$ કણોની કેટલી ઊર્જાવાળા કિરણોને લીધા હતાં ?
સંઘાત પ્રાચલ અને પ્રકીર્ણન કોણ વચ્ચેનો સંબંધ જણાવો.
સન્મુખ સંઘાત એટલે શું? તે માટે સંઘાત પ્રાચલ જણાવો.
હાઇડ્રોજન પરમાણુમાં ઇલેકટ્રૉન ન્યુક્લિયસની આસપાસ $r$ ત્રિજ્યાની વર્તૂળાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે, તો ન્યુક્લિયસ અને ઇલેકટ્રૉન વચ્ચે લાગતું કુલંબ બળ શોધો. જ્યાં, $k\,\, = \,\,\frac{1}{{4\pi {\varepsilon _0}}}$